વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લાઠી શહેરમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં
વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠન, લાઠી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પ્રદૂષણ અને ગ્લોબલ ર્વોમિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો.