આજે કોઇપણ અખબાર હાથમાં લેશો તો સામે પહેલા જ કોઇના કોઇ પ્રકારના ફ્રોડના કિસ્સાના મોટાં હેડિંગ વાંચવા મળશે. અખબારો, ન્યૂઝ ચેનલો, સોશિયમ મીડિયા રોજેરોજ અસંખ્ય કિસ્સાને પ્રકાશિત કરી મારી-તમારી સૌની જાગૃતિ માટે બનતા તમામ પ્રયાસ કરી છૂટે છે. તો સરકારી તંત્ર પણ મોટી મોટી જાહેરાતો અને સોશિયલ પ્લેટફોર્મથી જનતાને જાગૃત કરવા કંઇ કેટલાય પ્રયાસ કરવાની સાથે જરૂરી મોબાઇલ કે હેલ્પલાઇન નંબરો પણ જણાવે છે. તેમ છતાં રોજેરોજ ફ્રોડના એટલા જ કિસ્સા બન્યા કરે છે. તો શું આપણે ફ્રોડ બાબતે સજાગ નથી? શું તંત્ર સજાગ નથી? ચૂક ક્યાં થાય છે..આપણને કંઇ સમજાતું નથી. તો વાત એમ છે કે, આપણને પોતાને જ ફ્રોડ વિશે પૂરતી ખબર કે સમજ નથી, એટલે આપણે તેનો શિકાર બનતા જઇએ છીએ. આજે જાણી લઇએ કે દેશ-દુનિયામાં કેટલી જાતના ફ્રોડ થાય છે? કયા ફ્રોડને શું કહે છે? આપણે આવા ફ્રોડને સમજૂતીપૂર્વક વાંચી લઇએ, એ પછી ઘરની મહિલાઓ અને બાળકોને પણ જણાવી-સમજાવી દઇએ..તો શક્ય છે કે, આપણે અને આપણો પરિવાર આવા ફ્રોડથી સત્વરે બચી શકીશું.!
(૧૨) સિમ સ્વેપિંગ ફ્રોડ :
સિમ સ્વેપિંગ ફ્રોડ અંતગર્ત તમારા ઓળખના પુરાવા, સિમકાર્ડ, ઈમેઈલ, મોબાઈલ અને બેંક ખાતા સાથે ચેડાં કરાય છે. સિમ સ્વેપિંગ કેસમા નેટબેંકિંગ દ્વારા બેંક ખાતાંમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવા ખાતાધારકો તથા નાની-મોટી કંપનીઓને ટાર્ગેટ કરેલ છે. સાઇબર ક્રિમિનલ દ્વારા ભોગ બનનારને ઈમેઈલ કરી ફિશિંગ લિંક, કી-લોગર કે અન્ય રીતે ભોગ બનનારનું ક્મ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ ફોન હેક કરે છે. ભોગ બનનારના બેંક એકાઉન્ટ સાથે જે ફોન નંબર લિંક હોય તેના પરૅ્ઁ મેળવવા એ ફોન નંબરનું ડુપ્લિકેટ સિમકાર્ડ કઢાવવા ઓળખના ચોરેલા પુરાવાથી નવું સિમકાર્ડ મેળવી ઓનલાઈન બેંકિંગથી આરોપી પોતાના બેંક ખાતાંમાં મોટી રકમ ટ્રાન્સફર કરે છે.
(૧૩) કસ્ટમર ફ્રોડ:
જ્યારે કોઇ ગ્રાહક ઓનલાઇન, શોપિંગ મોલ, દુકાન કે કોઇ જગાએથી ચીજ-વસ્તુ ખરીદ્યા પછી કંપનીની સર્વિસથી નાખુશ થાય ત્યારે ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ પર ફરિયાદ રજીસ્ટર્ડ કરાવે છે. ઘણા કિસ્સામાં ઓનલાઇન કંઝ્યુમર કેરની વેબસાઇટ ઓપનસોર્સ પ્લેટફોર્મ પર તૈયાર થઇ હોવાથી ગ્રાહકનો ડિજિટલ ડેટા અને ફરિયાદ સંબંધી માહિતીની ચોરી થાય છે. ત્યારબાદ ગ્રાહકની ફરિયાદ મુજબની માહિતી અંગે આરોપી ગ્રાહકનો સંપર્ક કરી તેમને વળતર આપવું કે અન્ય લાલચ આપી ગ્રાહકની બેંક વિગત તથા મોબાઈલ નંબર મેળવી છેતરપિંડી કરે છે.
ડિજિટલ યુગમાં ઝડપી આર્થિક વ્યવહાર માટે ઇ-વાલેટ પેટીએમ, ગૂગૂલ પે, પેયુ, ભીમ એપ વાપરતા ગ્રાહકો સેવા અંગે કોઇ ફરિયાદ કરે ત્યારે ગૂગલ સર્ચ દ્વારા હેલ્પલાઇન કે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરે છે. સાઇબર ક્રિમિનલ દ્વારા અહીં ગૂગલ સર્ચમાં લોકોને પોતાનો નંબર પહેલાં દેખાય તેવું સેટિંગ કરે છે, જેથી લોકો સાઇબર ક્રિમિનલને જ પોતાની ફરિયાદ જણાવે છે.જ્યાં સાયબર ક્રિમિનલ વળતરનું વચન આપી ગ્રાહકની બેંક વિગત તથા ઓટીપી મેળવી ઇ-વાલેટ/બેંકમાંથી નાણાં પડાવી લે છે.
(૧૪) ઇ-મેઈલ સ્પુફિંગ ફ્રોડ:
ઇ-મેઈલ સ્પુફિંગથી થતા ફ્રોડમાં સાઇબર ક્રિમિનલ ચોક્કસ વ્યક્તિ કે કંપનીને અતિ ચતુરાઇથી છેતરે છે. નાગરિક દ્વારા વિદેશના વેપારી સાથે આયાત-નિકાસનો વેપાર મોટા ભાગે ઇમેલથી થાય છે.મોટા ભાગના કિસ્સામાં નાગરિક જ્યારે આયાત કરતા હોય ત્યારે વિદેશના વેપારીને માલ પેટે બેંક મારફતે સ્વિફ્ટ પેમેન્ટ કરવાનું હોય છે. વિદેશથી વેપારી ઇમેલ દ્વારા અહીના વેપારીને માલ અને બેંકની વિગત સાથેનું પ્રફોર્મા ઇનવાઇસ ઇ-મેઈલથી મોકલે છે, ત્યારે સાઇબર ક્રિમિનલ દ્વારા વિદેશના વેપારી જેવું ભળતું ઈ-મેઈલ આઈડી બનાવી બંનેને ઈ-મેઈલ મોકલે છે.જેમા બેંકની વિગત બદલાયેલી હોય છે. માલ-સામાન આયાત કરવા પેટે ચૂકવવાનું પેમેન્ટ ખોટા બેંક ખાતામા જમા કરાવવા જણાવેલું હોય છે. વિદેશના વેપારી જેવું ઈ-મેઈલ આઈડી અને પર્ફોર્મા ઈનવોઈસ આધારે વેપારી તેમાં જણાવેલા ખોટા બેંક એકાઉન્ટમાં માલસામાન પેટે એડવાન્સ પેમેન્ટ જમા કરાવવા જતાં આર્થિક નુક્શાનનો ભોગ બને છે.
(૧૫) ઈ-કોમર્સ સંબંધી ફ્રોડ:
ઈ-કોમર્સ સંબંધી ફ્રોડમાં સાઇબર ક્રિમિનલ ઓએલએક્સ કે અન્ય વેબસાઈટ પર ચીજ-વસ્તુની ખરીદી- વેંચાણ કરતા ગ્રાહકને છેતરવા વેબસાઈટ પર ખોટું એકાઉન્ટ બનાવી તમને મોંઘા ભાવની વસ્તુ ખૂબ સસ્તા દરે વેચવાની જાહેરાત મૂકી જાળ બિછાવે છે.જ્યારે કોઈ નાગરિક તે વસ્તુને ખરીદવા જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર, વોટ્સએપ કે ઈમેઈલથી સંપર્ક કરે ત્યારે અરસ-પરસ વિશ્વાસ કેળવી વસ્તુ પેટે એડવાન્સમાં નાણાં મેળવી લે છે, અને વસ્તુ મોકલતા નથી.
જ્યારે કોઈ નાગરિક પોતાની વસ્તુનું ઓએલએક્સ કે અન્ય વેબસાઈટ પર વેચાણની જાહેરાત મુકે છે ત્યારે આ જાહેરાત જોઈ આરોપી બનાવટી ઓળખ થકી નાગરિકનો સંપર્ક સાધી જે-તે ચીજ-વસ્તુ ખરીદવા સંમત હોવાનું જણાવી તેની તમામ માહિતી મેળવી લે છે.આરોપી વસ્તુ ખરીદવા નાણાંની ચુકવણી ગૂગલ-પે ડાઉનલોડ ન હોય તો મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી, નાગરિકની બેંકની વિગત ભરાવી રજીસ્ટ્રેશન કરાવે છે, બાદમાં પોતાના ગૂગલ-પે એકાઉન્ટમાંથી અમુક રકમની રિકવેસ્ટ મોકલી નાગરિકને જણાવે છે કે, મોકલેલી રિકવેસ્ટમાં પે ઓપશન સિલેક્ટ કરવાથી તમને નાણાં મળશે પરંતુ હકીકતમાં પે ઓપશન સિલેકટ કરવાથી નાગરિકના ખાતાના નાણાં આરોપીના ખાતામાં જાય છે અને આવી છેતરપિંડી થાય છે.
(૧૬) રેન્સમવેર એટેક:
રેન્સમવેર એટલે સાઇબર હેકરે કોમ્પ્યુટર કે સર્વરમાં રહેલો ડિજિટલ ડેટા ચોરવા બનાવેલું નાનકડું સોફટવેર પેચ. જ્યારે કોઇ કંપનીના નેટવર્કમાં વાયરસ પ્રોટેક્ટેડ શિલ્ડ ન હોય તેવા સમયે હેકર કોઇ લિંક દ્વારા સિસ્ટમના સર્વરમાં પ્રવેશી સર્વરનો મહ¥વનો ડેટા એનક્રિપ્ટ કરી દે છે. જ્યારે યુઝર પોતાની સિસ્ટમ ચાલુ કરે કે તરત જ ડેટા એનક્રિપ્ટ થયેલો જોવા મળે છે અને પછી હેકર કોઇ ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા દ્વારા ડેટા ડિક્રિપ્ટ કરવા બિટકોઇન સ્વરૂપે ખંડણી માગે છે.
(૧૭) ડેટા થેફ્ટ:
અતિ સરળ શબ્દોમાં કહું તો, કોઇપણ વ્યક્તિનો અંગત, સંસ્થા, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમમાંથી વેબસાઇટ, કોમ્પ્યુટર, પેનડ્રાઇવ, ઇમેલ આઇડીના માધ્યમથી ચોરી કરાતા ડિજિટલ ડેટાને ડેટા થેફ્ટ કહે છે.
sanjogpurti@gmail.com










































