ખોડલધામના અધ્યક્ષ આદરણીય અનારબેન પટેલ અને શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જયેશભાઈ પટેલની દીકરી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર ‘કૃષ્ણાવતારમ’ પિક્ચર દ્વારા ધર્મ, આધ્યાત્મિકતા, ભારતીય પરંપરા, મૂલ્યો અને આદર્શોને ચરિતાર્થ કરનાર દીકરી સંસ્કૃતિ.
આ મુવી યુવા અને સાંપ્રત જીવન જીવનાર લોકોને કૃષ્ણભક્તિ સાથે જોડવાનો અનન્ય પ્રયાસ છે. આદરણીય અનારબેન અને જયેશભાઈ પટેલના ગર્ભસ્થ શ્રેષ્ઠ સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિના રગેરગમાં રંગાયેલો પરિવાર છે. શ્રી જયેશભાઈ પટેલ પર્યાવરણીય ક્ષેત્રે કાર્ય કરે છે. તેમજ આદરણીય અનારબેન ખોડલધામના અધ્યક્ષ તરીકે હાલ કાર્યરત છે. દીકરીએ પોતાની સુષુપ્ત શક્તિઓ દ્વારા ૬૪ કલાઓ પૈકી કૃષ્ણાવતારમમાં શ્રેષ્ઠ અભિનય કરી બતાવ્યો છે.દીકરી સંસ્કૃતિ સત્યભામાના સ્વાભિમાનમાં ઝળહળતી કૃષ્ણચેતનાની દિવ્ય જ્યોત કળા દ્વારા વ્યક્ત કરી છે.સંસ્કૃતિના શ્વાસ બનીને યુગોના અંતરમાં ધબકતો રહે છે તેવું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
મહાભારતનો કૃષ્ણ એવો જ એક અનંત અધ્યાય છે.જેને વાંચીએ તેટલો અધૂરો લાગે અને જેને સમજીએ તેટલો વિરાટ બની જાય. સમાજમાં અનેક ડાન્સ, ડિસ્કો અને ડિમાન્ડ વાળા મુવી આવે છે. જેમાં માત્ર મનોરંજન હોય છે. અહીંયા તો સંસ્કૃતિ દીકરીએ મુવીમાં જે પોતાની આંતરિક કૃષ્ણભક્તિની કલાનો આવિર્ભાવ વ્યક્ત કરેલ છે.જેનો જયઘોષ વિશ્વ ફલક ઉપર થઈ રહ્યો છે.
અમદાવાદના સાંસ્કૃતિક આકાશ હેઠળ યોજાયેલ ‘કૃષ્ણાવતારમ – ભાગ ૧ ઃ હૃદયમ’નો પ્રીમિયર માત્ર ફિલ્મનો કાર્યક્રમ નહોતો.. એ તો ભાવ, ભક્તિ અને ભવ્યતાનો એવો મહાસંગમ હતો.જ્યાં પડદા પર કથા વહેતી હતી અને હૃદયમાં કૃષ્ણ ઉતરી રહ્યા હતાપ!સત્યભામા અભિમાન અને સમર્પણ વચ્ચે ઝૂલતું સ્ત્રીત્વનું સુવર્ણ પાત્ર સત્યભામાપ!માત્ર કૃષ્ણપ્રિયા નહીંપપણ નારીના આત્મગૌરવની અગ્નિશીખાપ! એડિસને કહ્યું છે કે “ઈશ્વર બધી જગ્યાએ પહોંચી વળતો નથી ત્યારે તેને મા નું સર્જન કર્યું છે.” દીકરી સંસ્કૃતિ સાક્ષાત દેવી શક્તિનું સ્વરૂપ છે.લેખક રામ મોરીએ સત્યભામાના પાત્રને આધુનિક સંવેદનાઓ સાથે એવી રીતે જીવંત બનાવ્યું છે કે દરેક સ્ત્રીને તેમાં પોતાનો અહેસાસ થાયપ! દીકરીનો કઠોર પરિશ્રમ અને ભારતીય કલા તાદ્રશ્ય જોવા જોવા મળી રહી છે.જે શાસ્ત્રીય ગરિમા, સૌમ્ય અભિવ્યક્તિ અને આંખોની નિર્ભાવ ભાષાથી આત્મસાત કર્યું છે,તે જોઈને લાગ્યું કે સત્યભામા માત્ર અભિનય નહીંપપણ ફરી જન્મી છે.તેના ચહેરા પરનો સ્વાભિમાન અને કૃષ્ણ પ્રત્યેનું નિઃશબ્દ સમર્પણ બંને વચ્ચેનું સંતુલન એટલું અલૌકિક હતું કે અનેક દ્રશ્યોમાં આંખો ભીની થઈ જતી હતી. કલા એ આત્મભાવથી વ્યક્ત થતી હોય છે. કઠોળ પરિશ્રમ થકી આ મુવી તૈયાર થયું છે ત્યારે તેનો યશ અને કીર્તિ માટે દીકરી સંસ્કૃતિ અભિનંદનને પાત્ર છે.મને વિશ્વાસ છે આ ફિલ્મ પછી દેશની અનેક દીકરીઓ પોતાનું કૌતુક આ રીતે વ્યક્ત કરશે દિકરી સંસ્કૃતિ અન્ય દીકરીઓ માટે પ્રેરણાનું સ્વરૂપ બનશે.સત્યભામા માં પોતાની શક્તિ શોધશે.
શ્રી અનારબેન અને જયેશભાઈ માટે તો દિપોત્સવ પર્વથી પણ વધારે આનંદનો અવસર છે.ઘંટોના નાદ વચ્ચે જ્યારે હજારો હૃદયોએ એકસાથે “કૃષ્ણ” ને પોકાર્યા ત્યારે લાગ્યું કે આકાશ પણ થોડું ઝૂકી ગયું હશેપ!રામ મોરીના શબ્દોમાં જે સંવેદના છે અને સંસ્કૃતિ જયનાના અભિનયમાં જે તેજસ્વિતા છે.સાચે જપ‘કૃષ્ણાવતારમ’સિનેમાના પડદાથી આગળ વધીને લોકમાનસમાં સંસ્કૃતિ અને ચેતનાનો નવો શંખનાદ કરશેપ!
દીકરી સંસ્કૃતિએ પાટીદાર સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે ત્યારે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના સંપાદક તરીકે ખૂબ શુભેચ્છા પાઠવું છું. “મોરના ઈંડા ચીતરવા ના પડે” તે કહેવતને આપે સાકાર અને આકાર કરી છે. દીકરી સંસ્કૃતિ આપણા સમાજનું રત્ન છે. તેની સિદ્ધિ કર્મના સિધ્ધાંતથી વિશ્વ ફલક સુધી પહોંચે તેવી શુભકામનાઓ પાઠવું છું. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨