ચલાલાની પરિણીતા પર રાજકોટમાં સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. બનાવ અંગે કિંજલબેન સિધ્ધાર્થભાઇ સરવૈયા (ઉ.વ.૩૧)એ રાજકોટમાં રહેતા પતિ સિધ્ધાર્થભાઇ રસીકભાઇ સરવૈયા, પ્રભાબેન રસીકભાઇ સરવૈયા, વિવેકભાઇ રસીકભાઇ સરવૈયા, અંજલીબેન વિવેકભાઇ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.તેમના લગ્ન તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ થયા હતા અને લગ્નના ૧૦ દિવસ બાદ તા.૨૩/૦૨/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી તેમને તેના પતિ, સાસુ તથા જેઠ-જેઠાણીએ અવાર-નવાર ઘરકામ બાબતે માથાકુટ કરી શારીરીક તથા માનસીક ત્રાસ આપ્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ખોડાભાઇ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.







































