ડ્રગ્સ સામેની મુહિમમાં ગુજરાત સરકારએ વધુ એક કડક પગલું લીધુ છે. ચરસ-ગાંજા,ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ મુકાયો છે. ગૃહ વિભાગે પ્રતિબંધ અંગેનું જાહેરનામું કરી રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મુકાયો છે. રોલિંગ પેપરનું ઈ-કોમર્સ પર, પાનના ગલ્લા અને લારી કે દુકાનો પર વેચાણ નહીં થઈ શકે.
ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્વ પૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આ આદેશથી હવે પાન પાર્લર અને ચાની કિટલીઓ પર મળતી આ વસ્તુઓ ગેરકાયદે ગણાશે.
અમદાવાદ શહેર પોલીસની વટવા સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડીને સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કર્યો છે. વટવા સ્થિર રઘુવીર પ્લેટિનમ એસ્ટેટના બ્લોક ‘યુ’ ના શેડ નંબર ૩ માં ગેરકાયદે રીતે સ્મોકિંગ મટીરિયલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસને કુલ ૧,૩૦,૮૨૦ નંગ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ સ્ટ્રીપ્સ મળી આવી હતી. પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે