ગોંડલ શહેર માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે અહીંની પ્રસિદ્ધ માતૃમંદિર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્‌યો છે. છેલ્લા ૩૦ વર્ષથી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈ બુકેલીયાના પુત્ર દેવવ્રતે ૯૯.૯૮ PR સાથે રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી પ્રેરણાદાયી સિધ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થી શાહ ગૌરવે ૯૯.૯૭ PR સાથે ત્રીજું અને મારૂ દ્રષ્ટિએ ૯૯.૯૪ PR સાથે છઠ્ઠું સ્થાન મેળવી ગોંડલનું નામ રોશન કર્યું છે. સામાન્ય આર્થિક સ્થિતિ હોવા છતાં દેવવ્રતે મેળવેલી આ અસાધારણ સફળતાને શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓએ સન્માનિત કરી વધાવી લીધી છે.