અમદાવાદમાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને નવીન પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૭ સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદમાં દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ સાથે રૂ. ૧,૫૪૨ કરોડથી વધુના વિવિધ રેલવે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલએનજી આધારિત આ ટ્રેનની સૌથી મહત્વની વિશેષતા એ છે કે એક વખત ટેન્ક સંપૂર્ણ ભર્યા બાદ તે અંદાજે ૨,૨૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.દેશની પ્રથમ એલએનજી ટ્રેનને ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવી છે. એટલે કે ટ્રેનનું એÂન્જન એલએનજી તેમજ ડીઝલ બંને ઇંધણ પર ચાલી શકે છે. ઉપલબ્ધ ઇંધણ અને કામગીરીની જરૂરિયાત પ્રમાણે એન્જિન એલએનજી અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ ૧,૪૦૦ એચપી ક્ષમતા ધરાવતા બે ડ્રાઇવિંગ પાવર કારને એલએનજી ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીનો ૨,૦૦૦ કિલોમીટરથી વધુનો ફિલ્ડ ટ્રાયલ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે આઠ મહિના સુધી આ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન ટ્રેનની કામગીરી, ઇંધણની ક્ષમતા અને ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવી જ ટેક્નોલોજી અન્ય ૮થી ૧૦ ટ્રેનોમાં અપનાવવાની યોજના હોવાનું જણાવાયું છે.
અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે એલએનજી ડીઝલની સરખામણીમાં સસ્તું ઇંધણ હોવાથી ટ્રેનના સંચાલન ખર્ચમાં ઘટાડો થવાની શક્્યતા છે. સાથે જ એલએનજી આધારિત સંચાલનથી પ્રદૂષણમાં પણ ઘટાડો થવાનો દાવો કરવામાં આવ્યો છે.
એલએનજી ઇંધણના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણ જેવા પ્રદૂષણકારક તત્વોના ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા માટે આ ટેક્નોલોજી મહત્વપૂર્ણ બની શકે છે.એલએનજી આધારિત એન્જિન અંગે જણાવવામાં આવ્યું છે કે ન્દ્ગય્ સિસ્ટમ અપનાવવાથી એન્જીનની પાવર ક્ષમતામાં ઘટાડો થતો નથી. એÂન્જનનો પાવર ડીઝલ એન્જિનના સમકક્ષ જાળવી રાખવામાં આવ્યો છે.
ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમનો વધુ એક ફાયદો એ છે કે જરૂરિયાત પ્રમાણે ઇંધણ બદલવાની સુવિધા મળે છે. ન્દ્ગય્ ઉપલબ્ધ હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે જરૂરી પરિસ્થિતિમાં એન્જિન ડીઝલ પર પણ ચલાવી શકાય છે. આ વ્યવસ્થા ટ્રેનના સંચાલનમાં લવચીકતા વધારી શકે છે.આ પ્રોજેક્ટ રેલવેમાં વૈકલ્પિક ઇંધણના ઉપયોગ તરફનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. ન્દ્ગય્નો ઉપયોગ વધે તો ભવિષ્યમાં રેલવેના ઇંધણ ખર્ચ અને ઉત્સર્જન બંને પર અસર થઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન સાબરમતીમાં આશરે રૂ.૭૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડબ્લ્યુએજી-૧૨ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શેડમાં ૧૨,૦૦૦ એચપી ક્ષમતા ધરાવતા આશરે ૩૦૦ ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનોના મેન્ટેનન્સ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ગૃહમંત્રીએ કાર્યક્રમ દરમિયાન રેલવે એન્જિનની પ્રદર્શિત તસવીરો પણ નિહાળી હતી. તેમણે સ્વયં ટ્રેનના એÂન્જનમાં જઈને તેની ટેકનિકલ ક્ષમતા અને કામગીરી અંગે માહિતી મેળવી હતી.