કાઠીયાવાડ પ્રગણામાં વસતા મારવાડી વણકર સમાજનો ૧૪મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રવિવારે જૂના વાઘણીયા ગામે માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ કે. હેજમ, આધ્યાત્મિક સાધના કેન્દ્ર, ઉમરાળા ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટક તરીકે ડો. શ્રેયાંશી અશોકકુમાર રાણવા, સિવિલ હોસ્પિટલ અમરેલી તથા ડો. જીગ્નેશભાઈ નરોત્તમભાઈ બોરીચા, ફિઝિયોથેરાપિસ્ટ ધારી હાજર રહેશે. મુખ્ય મહેમાન તરીકે ડો. પ્રો. યોગેશભાઈ જોગસણ, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા વનરાજભાઈ વાળા, દલપતભાઈ એમ. રાખોલીયા, વિભાભાઈ ડવ, પ્રદિપસિંહભાઈ ચાવડા, દિનેશભાઈ ભૂતિયા સહિત આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જૂના વાઘણીયા ગામના મારવાડી વણકર સમાજના ભાઈ-બહેનો પણ કાર્યક્રમને સફળ બનાવવા તન, મન અને ધનથી સેવા આપવા તત્પર છે. ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ આર. બાજક અને ઉપપ્રમુખ અમૃતભાઈ એમ. બોરીચાએ આ અંગે જણાવ્યું હતું.