જાફરાબાદના લોઠપુર ગામે વેપારી પર જૂના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ગુલુભાઈ મામદભાઈ બુકેરા (ઉ.વ.૫૨)એ તેમના જ ગામના લાલો ઉનડભાઇ ભુવા, વિપુલભાઇ ઉનડભાઇ ભુવા, ખોડુભાઇ ઉનડભાઇ ભુવા તથા ભચાદર ગામના લાલાના ફુઇનો છોકરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને આજથી બે એક વર્ષ પહેલા લાલો ઉનડભાઈ ભુવા સાથે માથાકુટ ઝઘડો થયો હતો. તે વાતનુ મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ થઇ ગુન્હાહીત કાવતરૂ રચી તેમના ઘરે ગેરકાયદે પ્રવેશ કરીને જેમ ફાવેતેમ ગાળો આપી હતી. તેમજ આરોપીઓ પાસે રહેલ તલવાર, છરી, લોખંડનો પાઇપ તથા લાકડી વડે તેમા માથાના ભાગે તથા શરીરે નાની મોટી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ આર જી ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.








































