ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરના મોત થયા હતા, જ્યારે ૧૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રકમાં સવાર મજુરો કપાસની ગાડી ભરવા જતા હતા. અમરેલી ST વિભાગીય નિયામક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, નડિયાદ-ઝાલોદ-ઉના બસ ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. ટ્રકમાં સવાર પાંચ અને બસમાં સવાર નવ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસ ચાલકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અન્ય ઈજાગ્રસ્તોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ST વિભાગે તપાસ હાથ ધરી છે.



































