ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ભર ઉનાળે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. શનિવારે ૫ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે છેલ્લા ૨૪ કલાકના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના કુલ ૪૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહીસાગરનું વીરપુર ૨૯ એમએમ (૧.૧૪ ઇંચ) વરસાદ સાથે રાજ્યમાં મોખરે છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં ૨૫દ્બદ્બ (૧.૧૦ ઇંચ) વરસાદ નોંધાયો છે. શેહરા અને ભિલોડામાં ૨૪ એમએમ (૦.૯૪ ઇંચ) તેમજ વડાલી અને કડાણામાં ૨૨ એમએમ વરસાદ નોંધાયો. અરવલ્લીના ધનસુરા અને પંચમહાલના મોરવા હડફમાં ૨૦ એમએમ (૦.૭૯ ઇંચ) વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાટનગર ગાંધીનગર અને બનાસકાંઠાના દાંતા સહિતના વિસ્તારોમાં ૧ એમએમ વરસાદ સાથે પ્રી-મોન્સૂન એકટીવિટી શરૂ થઈ છે.
હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદી માહોલ જાવા મળ્યો. વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજા રાઉન્ડ વરસ્યો. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદનું આગમન થયું છે. દિવસભર ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. જિલ્લાના પાંચ તાલુકામાં ૯ મિમી થી ૨૨ મિમી સુધી વરસાદ નોંધાયો. ખેડબ્રહ્મા ૧૮ મિમી,વિજયનગર ૧૪ મિમી,વડાલી ૨૨ મિમી ,ઇડર ૧૦ મિમી,હિંમતનગર ૦૯ મિમી,પ્રાંતિજ ૦૦,તલોદ ૦૦ ,પોશીના ૦૦
હવામાન વિભાગની આગાહી લઈને મોડી રાત્રે અમીરગઢમાં વરસાદ જાવા મળ્યો હતો. અમીરગઢ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાકે, કમોસમી વરસાદે પગલે
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જાવા મળ્યો. ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ, લિંબાયત વિસ્તારમાં વરસાદ જાવા મળ્યો. હવામાન વિભાગે સુરતમાં વરસાદની આગાહી કરી હતી, તે મુજબ હળવા પવન સાથે વરસાદનું આગમન થયું છે. હળવો પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વાપીમાં મોડી રાત્રે વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી છે.
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસાદ પડ્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. અચાનક બદલાયેલા વાતાવરણથી પડેલા વરસાદથી ઠંડક પ્રસરી છે. ઉકળાટ અને ગરમીથી વરસાદના કારણે આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહીને લઈને યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે વરસાદી ઝાપટું જાવા મળ્યું અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદી ઝપટું પડતા ગરમીમાં આંશિક રાહત થઈ છે. દ્વારકા શહેરમાં વરસાદી ઝુપટુ પડતા દ્વારકા શહેરના રોડ રસ્તા વરસાદી પાણીથી ભીના થયા છોટાઉદેપુરમાં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. સંખેડા, પાવી જેતપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ આવ્યો હતો.
છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જાવા મળ્યો. નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ જાવા મળ્યો. ભારે પવન સાથે વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ જાવા મળ્યો. વરસાદના પગલે વીજળી ગુલ થઈ. અમદાવાદમાં પણ ભારે પવન સાથે મોડી રાતે વરસાદ થયો હતો










































