લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જાવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કાળા વાદળો છવાઈ ગયા છે અને અનેક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.
જામજાધપુર પંથકમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર જાવા મળ્યો હતો. અહીં જારદાર વરસાદી ઝાપટાં પડતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જાવા મળી હતી. બીજી તરફ ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે વરસાદથી પાકને નવજીવન મળવાની આશા જાગી છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. યાત્રાધામ શામળાજી સહિત મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ નોંધાયો છે. જાકે જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા યથાવત છે.
અપૂરતા વરસાદના કારણે અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ ઊભું થયું છે. તેથી ખેડૂતો હવે સારા અને સતત વરસાદની આશા સાથે આકાશ તરફ નજર રાખી રહ્યા છે. આગામી દિવસોમાં જા સારો વરસાદ થશે તો ખેતીને મોટો ફાયદો થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.