ટી ૨૦ શ્રેણીમાં સતત હાર બાદ, ભારતીય ટીમે વનડે ક્રિકેટમાં શાનદાર વાપસી કરી, ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર યોગ્ય જવાબ આપ્યો. એજબેસ્ટન ખાતે રમાયેલી પહેલી વનડેમાં, ભારતે યજમાન ટીમને ૬ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી. આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ પ્રવાસ પર પોતાની પહેલી જીત નોંધાવી જ નહીં, પરંતુ એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડની લાંબી અજેય શ્રેણીનો પણ અંત લાવ્યો. ભારતે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને ૨૫૮ રનમાં ઓલઆઉટ કર્યું. ૨૫૯ રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઇન્ડિયાએ ૪૫.૨ ઓવરમાં ૪ વિકેટે ૨૬૨ રન બનાવીને મેચ જીતી લીધી.આ જીતનો હીરો અક્ષર પટેલ હતો, જેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષર પટેલે અણનમ ૫૭ અને વોશિંગ્ટન સુંદરે અણનમ ૫૨ રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. કેપ્ટન શુભમને ૭૫ બોલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમી. જાકે, બેટિંગ કરતી વખતે પગમાં ઈજાને કારણે તે નિવૃત્ત થયો. આ જીત ભારત માટે પણ ખાસ હતી કારણ કે આ પ્રવાસમાં ટીમને સતત નિરાશાઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અગાઉ આયર્લેન્ડ સામે ટી ૨૦ શ્રેણી ૦-૨થી અને પછી ઇંગ્લેન્ડ સામે ટી ૨૦ શ્રેણી ૦-૪થી હારી હતી. આવી સ્થિતિમાં,વનડે શ્રેણીની પહેલી જ મેચમાં મળેલી આ જીત ટીમના આત્મવિશ્વાસમાં મોટો વધારો સાબિત થઈ.ભારતની જીતથી એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડનો પ્રભાવશાળી રેકોર્ડ પણ તૂટી ગયો. ૨૦૧૫ પછી આ મેદાન પર ઇંગ્લેન્ડનો પ્રથમ વનડે હારનો સામનો કરવો પડ્યો. અગાઉ, ભારત એજબેસ્ટનમાં વનડેમાં ઇંગ્લેન્ડને હરાવનારી છેલ્લી ટીમ હતી, જેણે ૨૦૧૪ માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.આ વિજય સાથે, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠો વનડે વિજય નોંધાવ્યો. આ ભારતનો કોઈપણ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ સામે સૌથી લાંબો વિજય છે. અગાઉ, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે સતત પાંચ વનડે જીત મેળવી શકી હતી. હવે, બંને ટીમો વચ્ચે ત્રણ મેચની શ્રેણીનો બીજા મુકાબલો ૧૬ જુલાઈના રોજ કાર્ડિફમાં રમાશે, જ્યાં ભારત શ્રેણી જીતવાનું લક્ષ્ય રાખશે, જ્યારે ઇંગ્લેન્ડ વાપસી કરવાનો પ્રયાસ કરશે.













































