સૂર્યકુમાર યાદવ આજે ટીમ ઈન્ડિયાની બહાર હોઈ શકે છે, પરંતુ ભારતીય ટીમના દરવાજા તેમના માટે સંપૂર્ણપણે બંધ નથી. આ શક્્યતા પહેલાથી જ હતી, પરંતુ હવે મ્ઝ્રઝ્રૈં એ તેની પુષ્ટિ કરી છે. જાકે, સૂર્યા માટે વાપસી કરવી સરળ રહેશે નહીં. સૂર્યા પહેલાથી જ વનડે અને ટેસ્ટમાંથી બહાર હતો, અને ઝિમ્બાબ્વે સામે ્૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે.બીસીસીઆઇએ જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે બીસીસીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર આપ્યો છે. જાકે, સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે જા સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવવાનું ચાલુ રાખે છે, તો તે પાછો ફરી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે સૂર્યા ટીમ ઈન્ડિયાની વર્તમાન યોજનાઓમાંથી બહાર હોવા છતાં, તે પસંદગીની દોડમાં રહે છે. આ વાતને નકારી શકાય નહીં. સૂત્રએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સૂર્યા માટે હજુ પણ દરવાજા ખુલ્લા છે, પરંતુ તેને સતત સ્કોર કરવાની જરૂર પડશે. આ દરમિયાન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થવાની છે.આ વર્ષની શરૂઆતમાં, ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમે નોંધપાત્ર પ્રદર્શન સાથે ટ્રોફી જીતી હતી. તે સમયે, એવી આશા હતી કે સૂર્યા થોડા વધુ વર્ષો સુધી રમતા રહેશે, પરંતુ જ્યારે ભારત વિરુદ્ધ આયર્લેન્ડ ટી ૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી, ત્યારે સૂર્યા પાસેથી માત્ર કેપ્ટનશીપ છીનવાઈ ગઈ નહીં પણ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવી. ત્યારથી, ચાહકો તેની વાપસીની માંગ કરી રહ્યા છે.
શ્રેયસ ઐયરને સૂર્યાના સ્થાને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયો છે. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી શકી નથી. આ દરમિયાન, ટીમ ઈંડિયાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં, ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ કેપ્ટન રહેશે, જ્યારે સૂર્યાને સામેલ કરવામાં આવ્યો નથી. સૂર્યા પરત ફરશે કે આ તેની કારકિર્દીનો અંત હશે તે જાવાનું બાકી છે.












































