ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી શરૂ થાય તે પહેલાં, કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારીઓ અને ભાવિ વ્યૂહરચના વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. ગિલે માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માની પ્રશંસા જ નહીં, પણ ૨૦૨૭ આઇસીસી વનડે વર્લ્ડ કપ માટેની યોજનાઓ અને વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકા વિશે પણ ખુલ્લેઆમ વાત કરી.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી ૧૪ જુલાઈથી બ‹મગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઇ છે. શ્રેણીની પહેલી મેચના એક દિવસ પહેલા, ભારતીય કેપ્ટન શુભમન ગિલે મીડિયાને સંબોધિત કર્યું. આ વાતચીત દરમિયાન, ગિલે ઘણા પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા. પહેલી વનડેના બે દિવસ પહેલા, શુભમન ગિલ અને વિરાટ કોહલી નેટમાં લાંબા સમય સુધી વાતચીત કરતા જાવા મળ્યા. ગિલે સમજાવ્યું કે ચર્ચા ભવિષ્યના ટીમ સંયોજનો અને ૨૦૨૭ વર્લ્ડ કપ માટેની તૈયારીઓ પર કેન્દ્રિત હતી.ગિલે કહ્યું, “અમે ટીમ સંયોજનોની ચર્ચા કરી રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં અમારા માટે કયું સંયોજન શ્રેષ્ઠ રહેશે? કયા ખેલાડીઓ હાલમાં ટીમમાં નથી પરંતુ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે? કયા બોલર, ઓલરાઉન્ડર અને સ્પિનરો ટીમ માટે આદર્શ રહેશે?” અમારી વાતચીત આ બધા પાસાઓ પર કેન્દ્રિત હતી.
શુબમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લગતી અટકળોને પણ ફગાવી દીધી. તેમણે બંને અનુભવી ખેલાડીઓને ભારતીય બેટિંગનો કરોડરજ્જુ ગણાવતા કહ્યું કે તેમનો અનુભવ ટીમ માટે અમૂલ્ય છે. ગિલે કહ્યું, “વિરાટ ભાઈ અને રોહિત ભાઈ છેલ્લા દાયકાથી ભારતીય બેટિંગનો આધાર રહ્યા છે અને ટીમના મહત્વપૂર્ણ સભ્યો રહ્યા છે. તેમનો અનુભવ અને કૌશલ્ય અમારા માટે અત્યંત મૂલ્યવાન છે. તેઓએ વિવિધ પરિસ્થિતિઓ, ટુર્નામેન્ટ અને મુખ્ય મેચોમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે.” એ નોંધનીય છે કે વિરાટ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય રાખશે.ભારતીય કેપ્ટને ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વનડે ટીમમાં વાપસી પર પણ ખુશી વ્યક્ત કરી. બુમરાહ લગભગ ત્રણ વર્ષ પછી વનડે સેટઅપમાં પાછો ફર્યો છે. ગિલે કહ્યું, “બુમરાહ ભાઈ થોડા સમય પછી ટીમમાં વાપસી કરી રહ્યા છે. આશા છે કે, તેમણે આ વનડે શ્રેણી પહેલા પૂરતી બોલિંગ કરી હશે. અમને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરશે અને અમે આ શ્રેણી જીતીશું અને સકારાત્મક નોંધ પર સમાપ્ત કરીશું.”