ખાંભા તાલુકાના ૫૬ ગામોના મુખ્ય મથક ખાંભામાં અનેક જરૂરી સુવિધાઓ અને સગવડતાના અભાવે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા, સાંસદ ભરત સુતરિયા તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે. ખાંભામાં આજે પણ એસ.ટી. ડેપો કાર્યરત નથી. ૨૫ વર્ષ પહેલાં બનાવાયેલ ડેપોનું મકાન પણ જર્જરિત થઈ ગયું છે. સરકારી શાળા, સારી સરકારી હોસ્પિટલ, ખેતીલક્ષી સહાય અને માર્ગદર્શન માટે પૂરતો સ્ટાફ તેમજ ગ્રામ સેવકોનો અભાવ છે. પોલીસ સ્ટેશન હેઠળની ચાર પોલીસ ચોકીઓ પણ સુરક્ષા માટે અપૂરતી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. તાલુકા મથકે સરકારી કોલેજ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.