અમરેલી ખાતે પી.પી. સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચેક વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી સહાય પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ સાકાર કરવાની દિશામાં આગળ વધે તે માટે આ સહાય પ્રેરણારૂપ બનશે. મંત્રીએ પી.પી. સોજીત્રા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારોની પડખે પરિવારની જેમ ઊભા રહી શિક્ષણક્ષેત્રે સહાયરૂપ બનવાનું કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી હોવાનું તેમણે જણાવ્યું હતું.










































