ખાંભાના પચપચિયા ગામે બસ સ્ટેશન પાસેથી બાઈક પર થતી ઈંગ્લીશ દારૂની ખેપ ઝડપાઈ હતી. ગીર સોમનાથના ઉના તાલુકાના ભાસા ગામના અશરફભાઈ ઉર્ફે અપ્પુ જુમ્માભાઈ મન્સૂરી ઉપરોક્ત સ્થળેથી બાઈક લઈને જતા હતા ત્યારે તેમને અટકાવી તલાશી લેતાં દારૂની ૪ બોટલ તેમજ અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૧૧ બોટલ મળી આવી હતી. પોલીસે બાઈક સહિત કુલ રૂ. ૩૦,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં સાત ઈસમો પાસેથી ૪૮ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે વિક્ટર બ્રિજ, તરકતળાવ, અમરેલી, હેમાળ, જાફરાબાદ અને ચલાલામાંથી સાત ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાઈ ગયા હતા.









































