ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો ચાલી રહી છે. આ દરમિયાન, તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેણીએ ઉત્તર પ્રદેશની અમરોહા સદર વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કર્યો છે. શમી અને હસીન જહાંના છૂટાછેડા થઈ ગયા છે, અને ત્યારથી બંને વચ્ચે વિવાદના અહેવાલો વહેતા થઈ રહ્યા છે. તાજેતરમાં મોહમ્મદ શમીએ રાષ્ટÙીય લોક દળના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી, જેનાથી તેમના ચૂંટણી લડવાની અટકળો શરૂ થઈ હતી. જાકે, મોહમ્મદ શમી પહેલા હસીન જહાંએ પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે.ક્રિકેટર મોહમ્મદ શમીની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ કહ્યું, “અમરોહાના લોકો મને સારી રીતે જાણે છે, તેથી હું અહીંથી ચૂંટણી લડીશ.” જા મોહમ્મદ શમી અથવા તેના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે, તો હું તેમની સામે ચૂંટણી લડીશ. હું અમરોહાના લોકોની સેવા કરવા માંગુ છું.” આ Âસ્થતિમાં, મોહમ્મદ શમી અને હસીન જહાં ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ ફરી એકવાર સામસામે આવી ગયા છે. ૨૦૧૮ માં બંને વચ્ચે વિવાદ સામે આવ્યો હતો, જેના પગલે તેઓ અલગ થઈ ગયા અને છૂટાછેડા લીધા. હસીન જહાંએ શમી અને તેના પરિવાર પર ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. હાલમાં, કોલકાતા હાઈકોર્ટના આદેશ મુજબ, શમી તેની પત્ની અને પુત્રીને દર મહિને ૪ લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવી રહ્યો છે, જે હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં વધારવા માટે અપીલ કરી છે.
જ્યારે ક્રિકેટર મોહમ્મદ શમી રાષ્ટÙીય લોક દળના રાષ્ટ્રીય પ્રમુખ જયંત ચૌધરીને મળ્યો, ત્યારે જયંત ચૌધરીએ પોતે સોશિયલ મીડિયા પર મુલાકાતનો ફોટો શેર કર્યો, શમી વિધાનસભા ચૂંટણી લડશે તેવી અટકળો શરૂ થઈ. એવી ચર્ચા છે કે ભાજપ-ઇન્ડ્ઢ ગઠબંધન ઉત્તર પ્રદેશની અમરોહા સદર વિધાનસભા બેઠક પરથી મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારી શકે છે. અમરોહા મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે, અને શમીનું પૈતૃક ઘર, સહસપુર અલીનગર, આ જિલ્લામાં આવેલું છે. એવી પણ ચર્ચા છે કે જા શમી પોતે ચૂંટણી લડતો નથી, તેના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી શકે છે. શમીના પિતા અને માતા ગામના વડા રહી ચુક્યા છે.જાકે મોહમ્મદ શમીની ઉમેદવારીની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેની પત્ની હસીન જહાંએ તેની સામે ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે, જેનાથી બંને ફરીથી ચર્ચામાં આવી ગયા છે.