કોડીનારમાં મહામાનવ ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ એપ્રિલના રોજ સવારે ૮ઃ૦૦ વાગ્યે સામાજિક સમરસતા વિભાગ દ્વારા ડા. આંબેડકરજીની પ્રતિમા તેમજ ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સર્વ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ તમામ સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.









































