મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે એક ગોડાઉન નજીક ગટરના નાળામાં ૨૦ વર્ષીય પરપ્રાંતિય યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ રાત્રીના સમયે બન્યો હોવાનું અનુમાન છે.બનાવની જાણ થતા આસપાસના રહેવાસીઓ બનાવ સ્થળે પહોંચી આવ્યા હતા.આ સાથે બનાવની જાણ થતા મુન્દ્રા પોલીસ સ્થળ પર પહોચી હતી.વધુ વિગતો આપતા મુન્દ્રા પોલીસના પીઆઈ રાકેશ ઠુંમ્મરે જણાવ્યું હતું કે મૃતક યુવક ઓમ ચંદ્ર માજી ( ઉંમર ૨૦ વર્ષ ) ગઈકાલે ઝાખંડથી આવ્યો હતો અને કામધંધો શોધતો હતો ત્યાં રાત્રીના સમયે તેની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકના પીએમ બાદ હત્યાં કેવી રીતે થઈ છે તે તપાસમાં ખુલશે બનાવ સ્થળે મૃતકના શરીરના લોહીના ડાઘા અને તેની ચંપલ જાવા મળી હતી.મૃતકનો મૃતદેહ ગટરના ખાડાની બાજુમાં પડ્યો હતો.મુન્દ્રા પોલીસે હત્યાં કરનાર શખ્સને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે અને મૃતક ઓમચંદ્ર સાથે રહેતા શખ્સની પૂછપરછ હાથ ધરી છે. હજુ સુધી બનાવનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જાકે કચ્છમાં વધતા હત્યાના બનાવ વચ્ચે ઝારખંડના યુવકની હત્યાથી પોલીસ દોડતી થઈ છે અને હત્યારા સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.








































