કિકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા સાથે તેના કોમેડી શોમાં કામ કરી રહ્યો છે. ધ ગ્રેટ ઈંડિયંસ કપિલ શોમાં પણ કિકુ પોતાના અલગ અલગ અવતારથી ચાહકોના દિલ જીતી રહ્યો છે. જાકે, થોડા દિવસો પહેલા સેટ પરથી કિકુનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેની અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો જાવા મળ્યો હતો. જાકે, તે સ્પષ્ટ નહોતું કે તે ગંભીર ઝઘડો હતો કે કોઈ સિક્વન્સનો ભાગ હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે કિકુ એક નવા શોમાં જાવા મળશે.કિકુ હવે આગામી રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલમાં જાવા મળશે. આ શો માટે કિકુએ ધ કપિલ શર્મા શો છોડવો પડશે.રિપોર્ટ અનુસાર, જ્યાં સુધી કિકુ રાઇઝ એન્ડ ફોલ શો કરશે ત્યાં સુધી તે ધ ગ્રેટ ઈંડિયંસ કપિલ શો માટે શૂટિંગ કરશે નહીં.રાઇઝ એન્ડ ફોલ શૂટિંગ વિશે વાત કરીએ તો, આ શો એમેઝોન સ્ઠ પ્લેયર પર આવશે જે નેટફ્લીક્સનો હરીફ છે અને ધ ગ્રેટ ઈંડિયંસ કપિલ શો નેટફ્લીક્સમાં આવે છે.આ શોમાં સ્પર્ધકોએ બિગ બોસ શો જેવા ઘરમાં રહેવું પડશે. આ શોને અશ્નીર ગ્રોવર હોસ્ટ કરી રહ્યા છે જે અગાઉ શાર્ક ટેન્ક ઇન્ડિયામાં દેખાયા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અશ્નીર ફક્ત આ શોના હોસ્ટ નથી પરંતુ તેમણે કાઉટીગ પણ જાતે કર્યું છે. અહેવાલો અનુસાર, અશ્નીરે પોતે ૫ નામો પસંદ કર્યા છે.હવે કીકુના આ શોમાં ગયા પછી તે ધ ગ્રેટ ઈંડિયંસ શોમાં પાછો જશે કે નહીં, તે પછીથી ખબર પડશે. આ સંદર્ભમાં કીકુ કે કૃષ્ણા બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી કે વાયરલ થયેલો વીડિયો ઓરીજનલ હતો કે શૂટિંગનો ભાગ હતો.







































