અમેરિકા અને ઈરાન વચ્ચેના કરારમાં ફરી એક વાર મુશ્કેલી પડી છે. અહેવાલો અનુસાર, ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બીબીસીએ ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, તસ્નીમને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાને લેબનોનમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનનો હવાલો આપીને અમેરિકા સાથે વાટાઘાટો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એ નોંધવું જાઈએ કે ઈઝરાયલે છેલ્લા કેટલાક દિવસોમાં લેબનોન પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.
આ પહેલાં, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મહત્વપૂર્ણ માહિતીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે વ્યાપક યુદ્ધવિરામ છે. કોઈપણ મોરચે આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન બધા મોરચે ઉલ્લંઘન માનવામાં આવશે. યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનના પરિણામો માટે યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઇઝરાયલ બંને જવાબદાર રહેશે.”
ઈરાન સાથે વાટાઘાટો સ્થગિત કરવાના અહેવાલો અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ સામે આવ્યું છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેમને આવી કોઈ માહિતી મળી નથી, પરંતુ જા તે સાચું હોય, તો તે ઠીક છે. ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે અમે વધુ પડતી વાત કરી રહ્યા છીએ. ચૂપ રહેવું વધુ સારું રહેશે. ચૂપ રહેવાનો અર્થ એ નથી કે અમે બોમ્બમારો શરૂ કરીશું; અમે નાકાબંધી ચાલુ રાખીશું. નાકાબંધી લોખંડ જેટલી મજબૂત છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનના શાંત થવાની રાહ જાઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે હું જ્યાં સુધી તેઓ ઈચ્છે ત્યાં સુધી રાહ જાઈ શકું છું. તેઓ ભારે નુકસાન સહન કરી રહ્યા છે.”
મધ્ય પૂર્વમાં છેલ્લા કેટલાક સમયથી મિસાઇલ અને ડ્રોન હુમલા ફરી શરૂ થયા છે. અમેરિકા ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે, જ્યારે ઈરાન પણ અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના ગોરુક અને કેશ્મ ટાપુઓ પર રડાર અને ડ્રોન નિયંત્રણ સ્થળોને નિશાન બનાવ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે ડ્રોનને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. ઈરાને બદલો લીધો છે.ઇય્ઝ્ર એ હુમલા માટે ઉપયોગમાં લેવાતા યુએસ એરબેઝને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. ઈરાની સૈન્યએ ગઈકાલે એક અમેરિકન સ્ઊ૧ ડ્રોનને તોડી પાડવાનો પણ દાવો કર્યો હતો. જાકે ઈરાને કયા યુએસ બેઝને નિશાન બનાવ્યો હતો તે જાહેર કર્યું નથી, પરંતુ તેણે મિસાઇલ હુમલાનો એક વીડિયો બહાર પાડ્યો છે અને કુવૈતમાં ઈરાની હુમલા અંગે સાયરન પણ વાગી રહ્યા હતા.