અમેરિકાના વર્જિનિયામાં ઇન્ટરસ્ટેટ ૯૫ પર અકસ્માત થયો. બાંધકામ ક્ષેત્રને કારણે બસ ધીમી ગતિએ ચાલી રહેલા વાહનો સાથે અથડાઈ. અકસ્માતમાં પાંચ લોકોના મોત અને ૩૪ ઘાયલ થયા. આ અકસ્માત સ્ટેફોર્ડ કાઉન્ટીના ક્વોન્ટીકો નજીક થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા પાંચેય લોકો બસ દ્વારા ટક્કર મારવામાં આવેલા વાહનોમાં હતા. અકસ્માત બાદ ૪૪ લોકોને હોસ્પીટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
“પ્રારંભિક તપાસ દર્શાવે છે કે બાંધકામ ક્ષેત્રને કારણે દક્ષિણ તરફ જતી વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા. ટ્રાફિક માટે બસ ધીમી ન થઈ અને છ વાહનો સાથે અથડાઈ,” પોલીસે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બસ “આશરે” ૩૪ મુસાફરોને લઈ જઈ રહી હતી. ફેડરલ ટ્રાન્જિટ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા પેટન વોગલે, જે ઘટનાસ્થળે હતા, જણાવ્યું હતું કે, “અમારા દર્દીઓને ઘણી હોસ્પીટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ડ્રાઇવર પણ અહીં હોસ્પીટલમાં દાખલ છે. મારે કહેવું જ જાઇએ કે, આ મેં અત્યાર સુધી જાયેલી સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક છે. અત્યંત દુઃખદ.”
અકસ્માત પછી એક કારમાં આગ લાગી ગઈ, જેમાં ચાર મુસાફરોના મોત થયા. પોલીસે મૃતકોની ઓળખ ૪૫ વર્ષીય પુરુષ, ૪૪ વર્ષીય મહિલા, ૧૩ વર્ષની છોકરી અને ૭ વર્ષીય છોકરા તરીકે કરી છે, જે બધા ગ્રીનફિલ્ડ, મેસેચ્યુસેટ્સના રહેવાસી છે. પોલીસે મૃતકોના નામ જાહેર કર્યા નથી. પાંચમી મૃતક મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરની ૨૫ વર્ષીય અજાણી મહિલા હતી, જેને બસે ટક્કર મારી હતી.
પોલીસે બસ ડ્રાઈવરની ઓળખ ૪૮ વર્ષીય જિંગ એસ. ડોંગ તરીકે કરી છે, જે ન્યૂ યોર્કના સ્ટેટન આઇલેન્ડનો રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની સામે આરોપો બાકી છે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ જણાવ્યું હતું કે ડોંગ, મૂળ ચીનના અમેરિકન નાગરિક છે, તેણે બે વર્ષ પહેલાં ન્યૂ યોર્કમાં પોતાનું કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું.









































