અમરેલી નગરપાલિકા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિબિરમાં સરકારી યોજનાઓ અંગે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર આધારિત લઘુ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શિબિરમાં પી.એમ. સ્વનિધિ યોજનાના ૮, ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજનાના ૭, નિરાધાર વૃધ્ધ સહાય યોજનાના ૧ તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના ૩ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.