અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે ગોંડલીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આયુષ્માન આરોગ્ય મંદિર પીઠવાજાળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયાના સંયુક્ત ઉપક્રમે મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોષી, આર.સી.એચ.ઓ. ડો. સિંગ ડી.એમ.ઓ ડો. એ.કે. સિંગ, ક્યૂ.એમ.ઓ. ડો. આર.કે. જાટના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં ગ્રામજનોના સહકારથી કુલ-૪૧ યુનિટ લોહી એકત્ર કરવામાં આવેલ. તેમાં તાલુકા સુપરવાઇઝર જીતુભાઈ જોશીનો સહકાર મળેલ. આ રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી રહેશે. આ કેમ્પમાં વિઠ્ઠલભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર અને તાલુકા પ્રમુખ કિશોરભાઇ કાનપરીયા, સરપંચ ભાવેશભાઈ ગોંડલીયા, ઉપસરપંચ જયંતીભાઈ વગેરેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પમાં જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પલ્લવી ઠુંમર અને ડો. કિરણ શેલડીયા મેડમ અને સુપરવાઇઝર ગિરીશભાઈ ભગત દ્વારા મળેલ.