અમરેલી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના નવનિયુક્ત ચેરમેન વિજયભાઈ ઝાપડિયાના અધ્યક્ષસ્થાને રવિવારે સર્કિટ હાઉસ ખાતે ઓબીસી સમાજના આગેવાનો તથા કોંગ્રેસના પીઢ કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીઢ આગેવાન ટીકુભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તથા પૂર્વ ઓબીસી ચેરમેન નારણભાઈ મકવાણા, અમરેલી જિલ્લા સમાજ અગ્રણી રવજીભાઈ મકવાણા, લાઠી વિસ્તારના અગ્રણી પ્રકાશભાઈ સાંકળિયા, રાકેશભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઓબીસી સમાજને વધુ મજબૂત સંગઠિત કરવા તેમજ કોંગ્રેસ પક્ષના સંગઠનને જિલ્લા કક્ષાએ વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઇ હતી. પક્ષ માટે સક્રિય કામગીરી કરવા ઈચ્છતા આગેવાનો તેમજ યુવાનોને સંગઠનમાં યોગ્ય તક અપાશે.