અમરેલી જિલ્લાના ખેડૂતને ખાતરના વધતા ભાવે પાયમાલ કરી દીધો છે, ત્યાં બીજી તરફ હવે ખેતીના ખર્ચમાં કમરતોડ વધારો ઝીંકાયો છે. સરકાર દ્વારા ખાતરના ભાવમાં સીધો ૭૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જા કે આ બાબતે અધિકારીઓ હાલમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે અમરેલી જિલ્લામાં જ નહી પણ દેશમાં ડીએપીની અછત સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. દેશમાં ૮૦થી ૯૦ ડીએપી ઈમ્પોર્ટ થતો હોવાથી હાલ ખાતર મેળવવા માટે મુશ્કેલી ઉભી થઇ છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા એક જ માસમાં ર૦ઃર૦ઃ૦ઃ૧૩ ખાતરમાં ૫૦ કિલોએ ૭પ૦ અને ૧રઃ૩રઃ૧૬ ખાતરમાં ૫૦ કિલોએ ર૦૦ રૂપિયાનો વધારો થયો છે. એમીનીયમ સલ્ફેટ ખાતરમાં ૫૦ કિલોએ ૪પ૦ રૂપિયાનો વધારો થયો છે. ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે. ખેતી હવે સામાન્ય માણસ માટે પરવડે તેમ નથી. ખેડૂતો માટે અત્યારે ‘’મોંઘું તો મોંઘું પણ ખાતર મળે તો સારું’’ જેવી સ્થિતિ સર્જાઈ છે.ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં લાગી જાય છે. હાલ તો ખાતરના વધતા ભાવ સાથે ખાતરની તંગીથી જગતનો તાત બેહાલ જાવા મળી રહ્યો છે. હાલ સીઝન ન હોવા છતાં ડ્ઢછઁ ખાતરની ભારે અછત વર્તાઈ રહી છે. આગામી ૧૫ દિવસમાં જ્યારે નવા પાકની વાવણી શરૂ થશે, ત્યારે ખાતરની જરૂરિયાત ટોચ પર હશે, પરંતુ હાલમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. આગામી ૧૫ દિવસ બાદ જયારે ખેડૂતો વાવણી શરૂ કરશે ત્યારે માંગમાં મોટો વધારો થશે. સરકાર દ્વારા ખાતરના ભાવમાં રાહત કે પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો આગામી સીઝન ખેડૂતો માટે આર્થિક રીતે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કુદરતી આફતો અને આર્થિક નીતિઓ વચ્ચે ભીંસાતો અમરેલીનો ખેડૂત હવે પાયમાલીના આરે આવીને ઊભો છે. સરકારના આવક બમણી કરવાના દાવા સામે અત્યારે ખેડૂતોની મુશ્કેલી બમણી થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

ખેડૂતોને ચારેતરફથી આર્થિક ભીંસ
*બિયારણઃ તમામ પ્રકારના બિયારણોના ભાવમાં ઉછાળો
*જંતુનાશક દવાઓઃ ખેતી બચાવવા માટેની દવાઓ પણ મોંઘી થઈ
*મજૂરી ખર્ચઃ ખેત મજૂરોની અછત, વધતા વેતનને કારણે ખર્ચ વધ્યો.
*ઉત્પાદનમાં ઘટાડોઃ કમોસમી વરસાદને કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા અને પાકની ગુણવત્તા પર માઠી અસર પડી છે