અમરેલી એસટી ડેપો ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય મજદૂર પરિષદ દ્વારા કેસરીનંદન હનુમાનજીના સાનિધ્યમાં ધૂન અને હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયા હેલ્થ લાઇનના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડા. દેસાણી, રાષ્ટ્રીય મજદૂર પરિષદના સુરેશભાઈ સોલંકી, વિભાગ અધ્યક્ષ દડુભાઈ ખાચર, જિલ્લા પ્રમુખ નિલેશભાઈ સોલંકી, મંત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ અને રાષ્ટ્રીય બજરંગ દળના જીગ્નેશભાઈ ક્યાડા સહિત એસટી યુનિયનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આગામી દિવસોમાં હનુમાનજીના સાનિધ્યમાં દર શનિવારે સાપ્તાહિક કેન્દ્ર શરૂ કરવા માટે ઉપસ્થિત તમામ ભાઈઓને અપીલ અને પ્રાર્થના કરવામાં આવી હતી.