અમરેલીમાં ઘર આગળ પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે ધનસુખભાઈ ધનાભાઈ ધાધલ (ઉ.વ.૩૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે તેનું સ્પ્લેન્ડર પ્લસ ઘર પાસ પાર્ક કર્યું હતું. રૂ. ૭૦ હજારની કિંમતના બાઈકની અજાણ્યો શખસ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ બી સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.





































