અમરેલી શહેરમાંથી પોલીસે ચાર જુગારીને રોકડા રૂ. ૧૦,૩૨૦ સાથે ઝડપી પાડ્‌યા હતા. નરેશભાઇ ગરીબભાઇ કુવારદીયા, ભરતભાઇ ગરીબભાઇ કુવારદીયા, રાહુલભાઇ પ્રવીણભાઇ દંતાણી તથા જીતુભાઇ ભીમાભાઇ પરમાર ફતેપુર રોડ, નવા હુડકોની સામે બાવળની કાંટમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૦,૩૨૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એન. માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.