ઝાંઝરકાના સંત સવૈયાનાથ સવગુણ ધામ ખાતે ૨૯ જુલાઇના રોજ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. આ નિમિત્તે રાજ્યના તમામ જિલ્લા દીઠ શ્રેષ્ઠ શિક્ષકને પૂજ્ય શંભુનાથજી મહારાજ, લઘુ મહંત યોગીનાથબાપુ અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સવગુણ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-૨માં અમરેલી તાલુકાના મોટા માચીયાળા પ્રાથમિક શાળાના શિક્ષિકા જ્યોત્સનાબેન  પરમારને શિક્ષણની સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.