અમરેલીના નાગનાથ મંદિર પટાંગણ ખાતે નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ ઉત્સવના ૧૨૭મા વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં ઊર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પી.પી. સોજીત્રા, પૂર્વ માહિતી અધિકારી ભરતભાઈ બસિયા, એડવોકેટ જે.આર. વાળા, દિનેશભાઈ ભુવા, જયસુખભાઈ દેસાઈ, જયેશ ગોંડલિયા, ઉમેશભાઈ ભંડેરી, સુરેશભાઈ પાથર સહિત ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણે ઉપસ્થિત રહી મહાઆરતી કરી હતી. આ ઉપરાંત બાળ ચિત્ર સ્પર્ધા, લીંબુ-ચમચી અને સંગીત ખુરશી જેવી ત્રણ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કુલ ૨૮૫ બાળકોએ ભાગ લીધો હતો. કૌશિક વેકરીયા સહિતના અગ્રણીઓના હસ્તે બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.