પ. પૂ. સંત ડા.રતિદાદાના આશીર્વાદ અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજ અને રક્ષા શક્તિ ગર્લ્સ સ્કુલના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાનાં ડાયરેક્ટર મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક મિત્રો, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા શીતલબેન મહેતાને બેસ્ટ વુમન્સ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકાથી દાતા કનુદાદા તેજુરા અને હંસાબાએ વિડીયો કોલ દ્વારા દિકરીઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મહેશભાઈ મહેતાએ વિદ્યાર્થિનીઓને મહિલા સશક્તિકરણ, શિક્ષણનું મહત્વ અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.