સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની સીમમાં ધોળા દિવસે એક સિંહે બકરીનો શિકાર કરતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી. માલધારીના બકરાના ઝુંડ પર અચાનક સિંહે હુમલો કરી એક બકરીને દબોચી લીધી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેટલાક સ્થાનિકો સિંહને ભગાડવા માટે પથ્થરમારો કરતા જોવા મળે છે. વન વિભાગે વાયરલ વીડિયો અંગે તપાસ હાથ ધરવાનો દાવો કર્યો છે.










































