ગુજરાતમાં દારૂબંધીનો ભંગ કરતો પોલીસ કર્મચારી વડોદરાથી સામે આવ્યો છે. જેમાં વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર પોતાનું કામ પૂરું કર્યા પછી દારૂ પીધેલી હાલતમાં પોતાની સોસાયટીમાં આવ્યો હતો અને સ્થાનિકો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.નોંધનીય છે કે હેડ કોન્સ્ટેબલે એક મહિના પહેલા દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્‌યો હતો.તે સમયે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પીઆઇ અને  પીએસઆઇની વિનંતી પર કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો.

પીઆઇએ ધમકીનો ઇનકાર કર્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એએમ ગોહિલે કહ્યું હતું કે આરોપીએ મને કે મારી હાજરીમાં ધમકી આપી હોય તેમાં કોઈ તથ્ય નથી. અમે આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ.વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર પોતાનું કામ પૂરું કર્યા પછી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી પોતાની સોસાયટીમાં આવ્યા હતા અને દારૂ પીધેલી હાલતમાં હતા. તેમણે સોસાયટીના ગેટ પાસે સ્થાનિકો સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો, જેનાથી એક નાગરિક ગુસ્સે ભરાયો હતો અને નશાધૂત માં કોન્સ્ટેબલનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.આ ઉપરાંત, સ્થાનિક લોકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે મકરપુરા ડેપો પાછળ હરિઓમ ધામ સોસાયટીના પ્લોટ નંબર ૬ માં રહેતા અમિતભાઈ પરમાર દારૂ પીને આવે છે અને લોકોને હેરાન કરે છે. એક મહિના પહેલા તેણે એક મોટો અકસ્માત કર્યો હતો, જેના માટે અમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પીઆઇ અને પીએસઆઈના કહેવાથી અમે કેસ પાછો ખેંચી લીધો અને મામલો થાળે પાડ્યો. આજે રાત્રે પણ તેનો ફરીથી અકસ્માત થયો હતો અને તે સંપૂર્ણપણે નશામાં હતો. તેણે અમારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો.

જ્યારે અમે તેની પૂછપરછ કરવા તેના ઘરે ગયા ત્યારે તેણે અમારા પર પણ હુમલો કર્યો. આ પછી મેં ૧૦૦ પર ફોન કર્યો. રાત્રે લગભગ ૯ વાગ્યે, પોલીસ આવી અને અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેણે ફરીથી દારૂ પીધો અને પોલીસ સ્ટેશન સામે અમારા પર હુમલો કર્યો. તેણે લોકઅપમાંથી અમને દુર્વ્યવહાર કર્યો અને મહિલા કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરી.

તેણે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને પણ અપશબ્દો અને ધમકી આપી.આ વ્યક્તિ વરણામા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને દરરોજ સાંજે દારૂ પીને આવે છે. અહીંની સોસાયટીમાં તેનું ઘર છે, જ્યારે તે દારૂ પીને આવે છે ત્યારે તેને ગાડી ચલાવવાનું મન થતું નથી. અમે આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે અમને ખાતરી આપી છે કે તેની સામે હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. અમે માંગણી કરીએ છીએ કે તેની કાર પણ જપ્ત કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ન થાય તે માટે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.