લીલીયા તાલુકામાં અતિભારે વરસાદથી અસરગ્રસ્ત છેવાડાના ગામોમાં કોંગ્રેસ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની સૂચનાથી પક્ષના કાર્યકરો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને માનવતાના કાર્યરૂપે નાસ્તા, પાણી અને તૈયાર ભોજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તકે પ્રતાપ દુધાતે જણાવ્યું કે, ‘આપત્તિના સમયમાં લોકોની પડખે ઊભા રહેવું એ જ સાચી જનસેવા છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે અમારી ટીમ સતત કાર્યરત રહેશે.’ તાલુકા પ્રમુખ જગદીશભાઈ દેથલીયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા, સરપંચ વિજયભાઈ શેખલીયા, મુન્નાભાઈ દુધાત, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ બાબુભાઈ દુધાત, અ વગેરેએ ગામોમાં ફરીને લોકોને થઈ શકે તેટલી મદદ કરી હતી.