લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ દામનગર, મોટા દેવળીયા અને કોટડા પીઠામાં આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ લીધો હતો. આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા લોકોને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે જનકભાઈ તળાવિયાએ આ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપરાંત બાબરા નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને શહેર તથા તાલુકાના સંગઠન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દામનગરમાં પણ નગરપાલિકાના પ્રમુખ હરજીભાઈ નારોલા અને સદસ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટા દેવળીયા અને કોટડા પીઠાના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કેમ્પમાં જોડાયા હતા.