રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. એન.એસ.એસ.ની સ્વયંસેવક બહેનોએ કુમાર શાળા નં. ૧ ખાતે જઈ બાળકોને રાખડી બાંધી અને મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે બાળકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને સ્ટાફનો સહયોગ મળ્યો હતો.










































