રાજુલાના કોટડી ગામેથી સગીરાનું બદકામના ઈરાદે અપહરણ થયું હતું. સગીરાના પિતાએ વિજયભાઈ રાઘવભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રીને આરોપી વિજયભાઈ રાઘવભાઈ મકવાણા લગ્ન કરવાના તથા બદકામના ઈરાદે લલચાવી, ફોસલાવી અને ભોળવીને તેના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કાલોદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.