બગસરા અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડિયા બગસરાની મુલાકાતે આવતા નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ સામાજિક, ધાર્મિક અને અગ્રણી સંસ્થાઓ દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કનુભાઈ વ્યાસના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.સંબોધનમાં ડો. તોગડિયાએ હિન્દુ સમાજની એકતા અને સનાતન ધર્મની મજબૂતી પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક વિસ્તારમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા તેમજ જરૂરિયાતમંદો માટે અન્નદાનની પ્રવૃત્તિઓ વધારવા આહ્વાન કર્યું હતું. તબીબોને રોજ એક ગરીબ દર્દીની વિનામૂલ્યે તપાસ કરવા તથા ફ્રી બ્લડ પ્રેશર અને શુગર ચેકઅપ કેમ્પ યોજવા પણ અપીલ કરી હતી.