ચલાલામાં પંડ્યા અને પાઠક પરિવાર દ્વારા તુલસી વિવાહનો પાવન પ્રસંગ ધામધૂમથી ઉજવાશે. રાજકોટ નિવાસી મયુરીબેન અને કિંકરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા તથા લીલીયા નિવાસી મમતાબેન અને આશિષભાઈ ધનસુખભાઈ પાઠક પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ૧ નવેમ્બર, શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ત્રિવેણી સંગમ રાધાકૃષ્ણ મંદિરે રૂડા લગ્નગીતો સાથે તુલસી માતાનું પૂજન થશે. ત્યારબાદ ૨ નવેમ્બર, રવિવારે સાંજે ૪ વાગ્યે શ્રી શાલીગ્રામ ભગવાનની રૂડી જાન અશોકભાઈ જોષીના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે ત્રિવેણી સંગમ મંદિરે જશે, જ્યાં પાઠક પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત થશે. રૂડા મંડપના માંડવડા, ચુંદડી છાબ અને ધાર્મિક ગીતો વચ્ચે હસ્તમેળાપ તથા ભોજન પ્રસાદ સાથે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે પંડ્યા, પાઠક અને જોષી પરિવારમાં ઉમંગ અને ધાર્મિક ઉત્સાહ છવાયો છે.










































