સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડીયામાં પણ ભવ્ય રીતે કરવામાં આવી હતી. વડીયા બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર ચોક ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફુલહાર અર્પણ કર્યા હતા અને જય સરદાર… જય સરદાર…ના નારા લગાવીને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.