સાવરકુંડલા તાલુકાના ભંમર ગામેથી પસાર થતી નદીના પુલ ઉપર રેલિંગ હતી જે માવઠાના અતિ ભારે વરસાદમાં પૂર આવતાની સાથે જ પાણીમાં તણાઈ ગઈ હતી. આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા વાહન વ્યવહારની સલામતી માટે તાકીદે રિપેર કરવા લોકમાંગ ઉઠવા પામી છે.