દામનગરમાં વાડીની ઓરડીમાંથી સીલીંગ ફેન, ગેસની બોટલ સાથેની સગડી, કેબલ વાયર મળી કુલ રૂ. ૧૦,૬૦૦ની ચોરી થઈ હતી. બનાવ અંગે મનસુખભાઈ રાઘવભાઈ કાનાણી (ઉ.વ.૫૩)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ખેતીવાડીની જમીન દામનગર ધ્રુફણીયા રોડ ઈન્ડિયન પેટ્રોલ પંપથી આગળ આવેલી છે. વાડીની ઓરડીમાંથી સીલીંગ પંખો, ગેસની બોટલ લગાડેલો ચૂલો, કોપર પટ્ટીનો કેબલ મળી કુલ રૂ.૧૦,૬૦૦ની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.









































