ગીરગઢડા તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન આજરોજ અંબાડા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં ભાખા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા એક અનોખા મોડેલે સૌનું ધ્યાન ખેંચી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેના પગલે સમગ્ર શાળા અને ગામમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. ભાખા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ‘સ્માર્ટ એગ્રીકલ્ચર ફાર્મિંગ’ વિષય પર એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું હતું. ખેડૂતો માટે ભવિષ્યમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેવું આ અદ્યતન મોડેલ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.










































