દામનગરના ઢસા રોડ પર અંદાજે ૧૬ વર્ષ પહેલાં બનાવેલું પે એન્ડ યુઝ ટોઈલેટ જર્જરિત થતાં નગરપાલિકા દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો. શ્રમિકો દ્વારા ઉપરનો ભાગ તોડવામાં આવ્યા બાદ કામ દરમિયાન એક શ્રમિકનું મોત થતાં તોડકામ અટકાવી દેવાયું હતું. પરંતુ આ ઘટનાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અધૂરું કામ પૂર્ણ કરાયું નથી. હાલ આ જગ્યા ખંડેર જેવી બની ગઈ છે અને આસપાસથી પસાર થતાં લોકો તેમજ પશુઓ માટે જોખમ ઉભું થયું છે. નગરપાલિકાના પ્રમુખ પણ બદલાઈ ગયા છે ત્યારે નવી બોડી અને ચીફ ઓફિસર આ અધૂરું કામ ક્યારે પૂર્ણ કરાવશે? કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે? જનતાને સુવિધા આપવાના બદલે વિકાસની વાહવાહ કરતી ભાજપની વિકાસગાથા સામે સવાલો ઉઠી રહ્યા છે.







































