જાફરાબાદ શહેરમાં રાત્રિના સમયે દુકાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વાણિયા શેરી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં દુકાનોના તાળા તપાસતા આ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, જાફરાબાદની મુખ્ય ગણાતી વાણિયા શેરીમાં રાત્રિના સમયે શબ્બીર ઉર્ફે પચ્ચીસ અલીભાઇ થૈયમ (ઉ.વ.૨૬) નામનો શખ્સ શંકાસ્પદ રીતે આંટાફેરા કરી રહ્યો હતો. આ શખ્સ દુકાનોના તાળા ફંફોળતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેના સમયગાળામાં કોઈ મોટી ચોરી કે મિલકત વિરુદ્ધનો ગુનો કરવાના ઈરાદે તે આ વિસ્તારમાં ઘૂમી રહ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ શખ્સની હિલચાલ પકડાઈ ગઈ હતી. તે કોઈ ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.








































