લાઠી-દામનગર અને બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપતાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના પ્રયાસોથી લાઠીના ઠાંસા, મુળીયાપાટ અને સુવાગઢને જોડતા માર્ગ પર નવો પુલ બનાવવા માટે રૂ. ૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નવા પુલના નિર્માણથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓનો અંત આવશે અને અવરજવર સરળ બનશે. સ્થાનિક ગ્રામજનોએ આ માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.