ગીરગઢડા તાલુકાના ફાટસર ગામના ખેડૂતો માટે મઘી સિંચાઈ યોજના હેઠળ ઘોણેર પીકઅપ વીયરમાંથી PINS પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી ૬૧ ખેડૂતોની અંદાજે ૧૦૦ હેક્ટર જમીનને લાભ મળશે. પાઇપલાઇન દ્વારા ખેતરો સુધી પાણી પહોંચાડીને ટપક સિંચાઈ પધ્ધતિથી પાકના મૂળ સુધી પાણી પહોંચાડવામાં આવશે. આ આધુનિક વ્યવસ્થાથી ૫૦થી ૭૦ ટકા પાણીની બચત અને પાક ઉત્પાદનમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. ઉપરાંત વીજળી, બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચમાં ઘટાડો થવાની આશા છે. યોજનાનું સંચાલન પિયત સહકારી મંડળી દ્વારા કરવામાં આવશે.